ડોનાલ્ડ ટ્રમ્પ આજે ભારત પ્રવાસે આવી પહોંચશે, ગુજરાતીઓ 'નમસ્તે' કહેવા હરખઘેલા થયાં
ન્યુઝ ડેસ્ક : અમેરિકા અને ભારતની દોસ્તીનો નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ભારતની મુલાકાતે આવી પહોંચશે. તેઓ વૉશિંગ્ટનથી સીધા અમદાવાદ આવી રહ્યા છે. ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદવાસીઓ અને ગુજરાતીઓ હરખઘેલા થયા છે. ટ્રમ્પે વિડિયો જાહેર કર્યો છે, અને કહ્યું છે કે અમદાવાદમાં 70 લાખ લોકો મારુ અભિવાદન કરશે. હું અમદાવાદ જવા ઉત્સુક છું. અમદાવાદ- 24 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા તડામાર તૈયારીઓ છેલ્લા 10 દિવસથી ચાલી રહી છે. ‘નમસ્તે ટ્રમ્પ’ પાછળ તંત્ર 100 કરોડનો ખર્ચ કરી રહ્યું છે.