વડોદરાઃ જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે મતદાન મથકની મુલાકત લીધી - ગુજરાતમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી
વડોદરાઃ મતદાન એટલે લોકશાહીનો પર્વ આજે રવિવારે વહેલી સવારથી વડોદરાના મતદાન મથકો પર મતાધિકારનો ઉપયોગ કરવા મતદારો આવ્યા હતાં. સવારે મતદાન શરૂ થયા બાદ 3 જગ્યા ઉપર EVM ખોટવાયા હતા. જોકે, 15 મિનિટની અંદર EVM રિપ્લેસ કરીને મતદાનની શરૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરના રાજકારણના અગ્રણીઓએ પણ મતદાન કર્યું હતું, સાંસદ રંજનબેન ભટ્ટ, રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, વોર્ડ નંબર-3માંથી ભાજપના ઉમેદવાર પરાક્રમ સિંહ જાડેજાએ મતદાન કર્યું હતું. ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ મતદાન મથકની મુલાકાત લીધી હતી. ફતેગંજ ખાતે, રોઝરી સ્કુલ, માંજલપુર ખાતે, મહાત્મા ગાંધી હાઇસ્કુલ ખાતે, મતદાન મથકની મુલાકાત લીધી હતી. તેમણે કોવિડ-19ની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. દિવ્યાંગો અને વૃદ્ધો માટે 155થી વધુ વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.