સ્વામિનારાયણ ગુરુકુળ નજીક વીજ ટ્રાન્સફોર્મર મુકાતા વિવાદ, શાળા સંચાલકોએ બાળકોને ઉતાર્યા રસ્તા પર - બાળકોને ઉતાર્યા રસ્તા પર
ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વરમાં GIDCમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ નજીક વીજ કંપની દ્વારા વીજ ટ્રાન્સફોર્મર મુકવાની કાર્યવાહી કરાતા વિવાદ સર્જાયો હતો. કાર્યવાહીનો વિરોધ કરવા શાળા સંચાલકો દ્વારા બાળકોને રસ્તા પર ઉતારી વિરોધ નોંધવાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકોને પરત શાળામાં મોકલ્યા હતા. શાળા નજીક વીજ ટ્રાન્સફોર્મર લાગતા શાળા સંચાલકોને દુર્ઘટનાની આશંકા હોવાના કારણે તેઓએ ઉગ્ર વિરોધ કરવા નાના નાના ભુલકાઓને પણ રસ્તાઓ પર સુત્રોચાર કરવા માટે તૈયાર કરી દિધા હતા. મોટી સંખ્યામાં બાળકો અને ગુરુકુળના સંચાલકો તેમજ અનેક લોકો રસ્તા પર વિરોધ કરતા હોવાના કારણે પોલીસે ઘટના સ્થળે પહોચી બાળકોને પરત શાળામાં મોકલ્યા હતા. શાળા નજીક વીજ ટ્રાન્સફોર્મર લાગતા શાળા સંચાલકોને દુર્ઘટનાની આશંકા થઈ હતી જેથી તેઓએ આ અંગે પોતાનો વિરોધ પણ દર્શાવ્યો હતો.