વડોદરાથી કોલકાતા ડાયરેક્ટ ફ્લાઈટનો પ્રારંભ થયો - વડોદરા ટુ કલકત્તા
વડોદરાઃ એરપોર્ટ પરથી મંગળવારે વધુ એક ફલાઈટનો પ્રારંભ થયો છે. આ ફ્લાઇટ વડોદરાથી ડાયરેક્ટ કોલકત્તા જશે. ખાનગી એરલાઈન્સ દ્વારા શરૂ કરવામાં આવેલી આ ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ દિવસ મંગળ, ગુરુ અને શનિવારે ઉડાન ભરશે. કોલકત્તાથી આ ફ્લાઇટ સવારે 7 વાગ્યે ટેકઓફ કરશે અને 9.40 વાગે વડોદરા લેન્ડ કરશે તે રીતે વડોદરાથી સવારે 10.10 વાગ્યે ટેક ઓફ કરશે અને 11.50એ કોલકત્તા લેન્ડ કરશે. વડોદરાથી હાલમાં મુંબઈની એક ડેઈલી ફ્લાઇટ છે, તો દિલ્હીની પણ એક ડેઇલી ફ્લાઈટ છે. જ્યારે બીજી ફ્લાઇટો અઠવાડિયામાં ત્રણ દિવસ જઈ રહી છે. આ ઉપરાંત બેંગલુરુ અને હૈદરાબાદની ફ્લાઇટની પણ અઠવાડિયામાં ત્રણ વખત જઈ રહી છે.