પોરબંદરમાં રબારી સમાજના નાના ભૂલકાઓ દ્વારા ન્યાય માટે રજૂઆત - પોરબંદરમાં રબારી સમાજ દ્વારા આંદોલન
પોરબંદરઃ પરોબંદરમાં છેલ્લા બે દિવસથી રબારી સમાજ દ્વારા પોલીસ ભરતીમાં થયેલા અન્યાય બદલ કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઉપવાસ આંદોલનના ત્રીજા દિવસે રબારી સમાજના હજારથી પણ વધુ નાના બાળકો પણ પ્રાથમિક સ્કૂલમાંથી સીધા ઉપવાસી છાવણીમાં પહોંચ્યા હતા અને આદિવાસી તરીકે હોવાનો દાખલો સરકાર દ્વારા માન્ય રાખવામાં આવે તેવી માંગ સાથે એલઆરડી પરીક્ષામાં રબારી સમાજના યુવાનોને ન્યાય આપવા અપીલ કરી હતી. બાળકો દ્વારા કલેકટર કચેરી સામે ઉપવાસ છાવણીમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. બાળકો શાળાએથી સીધા યુનિફોર્મ અને બેગ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હાત. જ્યાં અધિક કલેકટર રાજેશ તન્નાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. તો બીજી બાજુ ઉપવાસ છાવણીમાં બેઠેલા 47 લોકોમાંથી ૩ લોકોની તબિયત લથડતા તેઓને 108 દ્વારા તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા હતા.