મહાનગરપાલિકાઓની ચૂંટણી પરિણામ અંગે રાજકીય તજજ્ઞ સાથે બ્યૂરો ઓફિસથી ચર્ચા - અમદાવાદ બ્યૂરો ઓફિસ
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. આજે મંગળવારે 6 મહાનગરપાલિકાઓનું ચૂંટણી પરિણામ જાહેર થઇ રહ્યું છે. જેને લઇને સવારે 8 વાગ્યે મતગણતરીની શરૂઆત થઇ હતી. ત્યારે બ્યૂરો ઓફિસથી બ્યૂરો ચીફ ભરત પંચાલ અને વરિષ્ઠ સંવાદદાતા પારૂલ રાવલે રાજકીય તજજ્ઞ ક્રિષ્ના શાહ સાથે ચૂંટણી પરિણામ અંગે ચર્ચા કરી હતી. હાલ 11 વાગ્યા સુધીના પરિણામની વાત કરીએ તો 6 મહાનગરપાલિકાઓમાં ભાજપ 205, કોંગ્રેસ 40, આપ 14 અને એઆઇએમઆઇએમ 1 લીડથી આગળ ચાલી રહ્યું છે.