જામનગરની જી.જી. હોસ્પિટલની ઘોર બેદરકારી, વીડિયો વાયરલ - ન સ્ટ્રેસરની સુવિધા
જામનગરઃ શહેરની જી.જી હોસ્પિટલ અવાર-નવાર ચર્ચામાં રહે છે. જી.જી.હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીં અનેક જિલ્લાના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. જોકે દર્દીઓને સમયસર સારવાર ન આપવામાં આવતા એક જાગૃત વ્યક્તિએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. અહીં જે એમ્બ્યુલન્સમાં એક દર્દીને લાવવામાં આવ્યો છે તે વ્યક્તિને સમયસર સારવાર ન મળતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા. હોસ્પિટલમાં સ્ટ્રેસરની સુવિધા નથી, ઓક્સિજનની સુવિધા નથી. જેના કારણે દર્દી બેભાન અવસ્થામાં હોવા છતાં પણ સમયસર સારવાર આપવામાં આવી ન હતી. વીડિયોમાં વ્યક્તિ જણાવી રહ્યો છે કે, સાત મિનિટ થઈ હોવા છતાં પણ ઓક્સિજન આપવામાં આવ્યો નથી અને હોસ્પિટલમાં દર્દીને અંદર દાખલ કરવા લઈ જવો પણ અશક્ય બની ગયું છે. ત્યારે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે.