ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભાવનગરમાં નિસર્ગ વાવાઝોડાનો ખતરો ટળ્યો - ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાનો ખતરો ટળ્યો

By

Published : Jun 2, 2020, 7:34 PM IST

ભાવનગરઃ ગુજરાતના દરિયાકાંઠાને ઘમરોળવા તૈયાર થઈ રહેલું નિસર્ગ વાવાઝોડું હવે ગુજરાત તરફથી અન્યત્ર ફંટાતા તંત્રએ થોડી રાહત અનુભવી છે. જો કે હજુ સંપૂર્ણ ખતરો ટળ્યો નથી. આ વાવાઝોડું દક્ષિણ ગુજરાતને હજુ પણ પ્રભાવિત કરી શકે તેમ છે, ત્યારે વહીવટી તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. ભાવનગર જિલ્લામાં મહુવા ખાતે NDRF ટિમ તેમજ ઘોઘા ખાતે SDRFની ટિમને સ્ટેનડબાય રાખવામાં આવી છે. જે વાવાઝોડાના કોઈ પણ ખતરા સામે લડવા સજ્જ છે. હાલ દરિયો એકદમ શાંત જોવા મળી રહ્યો છે, જ્યારે પવનની ગતિ પણ સામાન્ય છે, ત્યારે વાવાઝોડાની ગુજરાત તરફની અસર નહીંવત બનતા વહીવટી તંત્ર અને પ્રજાએ થોડી રાહત અનુભવી છે.

ABOUT THE AUTHOR

...view details