લોકડાઉન થતા દાહોદ શહેરમાં વાહન ચેકિંગ, પોલીસે કાયદેસર કાર્યવાહી કરી - દાહોદ
દાહોદઃ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ 144નું જાહેરનામું પ્રસિદ્ધ કરી ચારથી વધુ લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ મૂક્યો છે. સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. પંરતુ અનેક શહેરોમાં લોકો દ્વારા નિયમનો ભંગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે દાહોદ શહેર પોલીસ ઈન્સપેક્ટર એમ.વી પટેલ દ્વારા શહેરના વિવિધ ચોરાયા ઉપર ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી કાયદાનું પાલન ન કરનારા તત્વોને ઝડપી પાડયા હતા. તેમજ શહેરના બસ સ્ટેશન વિસ્તાર, કોલેજ વિસ્તાર, ગોધરા રોડ વિસ્તાર, પડાવ વિસ્તાર ગોવિંદ નગર વિસ્તાર, સરસ્વતી સર્કલ સહિત વિવિધ સર્કલો પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન મેડિકલ સ્ટાફ સહીત ઇમરજન્સી સેવા બજાવતા કર્મચારીઓને આઈકાર્ડ દેખાડી જવા દીધા હતા. જ્યારે ફરવા નીકળેલા અન્ય વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.