વડોદરા: કલેક્ટર કચેરીના કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો - District Collector Home Chlorontine
વડોદરાઃ જિલ્લામાં કલેકટર કચેરીમાં કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતાં ફાર્માસિસ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે ખળભળાટ મચી હતી. વિગત મુજબ જિલ્લામાં નાગરવાડાના રોહિતવાસમાં રહેતો સંજય પરમાર કલેક્ટર કચેરીમાં પી.એચ.સી સેન્ટરમાં ફાર્માસિસ્ટની ફરજ બજાવે છે. થોડા દિવસ પહેલા આરોગ્યતંત્ર દ્વારા સંજય પરમારને જિલ્લા કંટ્રોલ રૂમાં કેટલાક દિવસ ફરજ સોંપવામાં આવી હતી. તે દરમિયાન તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા તેના સંપર્કમાં આવેલા કલેક્ટર કચેરીના 31 કર્મચારીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. બીજી તરફ સંજય પરમારનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે દિવસથી જિલ્લા કલેકટર પણ હોમ ક્લોરોન્ટાઇન થયા છે.