રાજકોટમાં કોરોનાના કેસ વધતા નિયમોનું પાલન કરાવવા પોલીસ સજ્જ - Corona virus
રાજકોટઃ શહેરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસ વધતા રાજકોટ પોલીસ હવે મેદાને આવી સરકારના નીતિ નિયમોનું ચુસ્ત પણે અમલ કરાવશે. બાઈકમા બે લોકો, થ્રિ વ્હીલમાં ડ્રાઇવર સહિત બે લોકો અને 7 સિટરમાં માત્ર ચાર લોકોને જ સવારી કરવાની પોલીસ દ્વારા છુટ આપવામાં આવી છે. તેમજ રાત્રી દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવશે. શહેરમાં મનપા અને પોલીસ સાથે મળીને લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવશે. રાજકોટવાસીઓને કોરોના સંક્રમણથી બચવા પોલીસ કમિશ્નર દ્વારા અપીલ કરવામાં આવી.