Corona Cases in Jamnagar: જામજોધપુરમાં 13 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, ઓમિક્રોનના નવા 2 કેસ નોંધાયા - ઉપલેટાની શાળાના વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
જામનગરમાં ફરી એકવાર કોરોના (Corona Cases in Jamnagar) માથું ઊંચકી રહ્યો છે. શહેરના જામજોધપુરમાં 13 બાળકો કોરોના સંક્રમિત (Children infected with Corona Virus in Jamnagar) થયા છે. જ્યારે 2 દર્દી ઓમિક્રોન સંક્રમિત (Omicron Cases in Jamnagar) થયા છે. શહેરમાં વધતા કોરોનાના કેસ વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. તો હવે શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા હોવાથી વાલીઓ ચિંતામાં મૂકાયા છે. આપને જણાવી દઈએ કે, જામજોધપુરના 13 વિદ્યાર્થીઓ ઉપલેટાની સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે તેમનો કોરોનાનો રિપોર્ટ (Students of the school of Upleta corona positive) કરવામાં આવતા 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. તો આ તમામ કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓને જામનગરની ગુરુ ગોવિંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.