ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટ કોંગ્રેસે મંજૂરી વિના ધરણાં યોજ્યા, પોલીસે કરી અટકાયત - without permission

By

Published : Aug 5, 2020, 4:00 PM IST

રાજકોટઃ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાંક સમયથી કોરોના પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી. જેને લઇને શહેર કોંગ્રેસ દ્વારા મનપા કમિશ્નરને રજૂઆત કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન થતા કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે, જો મનપા દ્વારા કોરોના દર્દીઓના નામ જાહેર ન કરવામાં આવે તો આગામી દિવસોમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે. જેને લઈને ગઈકાલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ધરણાં માટેની પોલીસ કમિશ્નર પાસે મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ હાલની કોરોના મહામારી પરિસ્થિતિને લઈને પોલીસ કમિશ્નર દ્વારા કોંગ્રેસને ધરણાં માટેની મંજૂરી આપવામાં આવી નહોતી. જો કે કોંગ્રેસને મંજૂરી આપવામાં ન આવી હોવા છતાં બુધવારના રોજ રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેશન ચોક નજીક રાજકોટ મનપાના વિપક્ષ નેતા વશરામ સાગઠિયા, મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા તેમજ મનસુખ કાલરીયા અને અતુલ રાજાણી સહિતના કોંગી કોર્પોરેટરો દ્વારા બુધવારે મંજૂરી વગર ધરણા યોજવામાં આવ્યા હતા. જેને લઈને રાજકોટ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસ દ્વારા અટકાયત થયા બાદ પણ પોલીસ કસ્ટડીમાં જ પોતાનો ધરણાં કાર્યક્રમ ચાલુ રાખવાનું શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોરોનાના દર્દીઓના નામ જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસ અડગ છે.

ABOUT THE AUTHOR

...view details