ગુજરાત

gujarat

ETV Bharat / videos

કૃષિ કાયદા પરત લેવાતા સુરતમાં કોંગ્રેસે યોજી ટ્રેક્ટર રેલી, 'વીજળી, પેટ્રોલ-ડીઝલ મોંઘું તો કઈ રીતે ખેતી કરીએ'ના પોસ્ટર સાથે કર્યો વિરોધ

By

Published : Nov 22, 2021, 1:59 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શુક્રવારે ત્રણેય કૃષિ કાયદા (Three Farm law) પરત ખેંચવાની જાહેરાત કરી હતી. ત્યારે દેશભરના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બીજી તરફ કોંગ્રેસે (Congress) પણ ઠેરઠેર ઉજવણી કરી હતી. તે દરમિયાન સુરતના માંડવીમાં કોંગ્રેસે આને ખેડૂત વિજય દિવસ (Farmer Victory Day) ગણાવી ટ્રેક્ટર રેલી (Tractor Rally) યોજી હતી. આ રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ (Gujarat Pradesh Congress Committee Chairman Amit Chavda) પોતે ટ્રેક્ટર ચલાવ્યું હતું. તો અહીં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી આંદોલન કર્યા હતા. ખેડૂતોએ 14 મહિના ભૂખ હડતાળ, રેલ રોકો આંદોલન, ભારત બંધ એલાન સહિતના કાર્યક્રમથી મોદી સરકારના (Modi Government) સિંહાસનને ડગમગાવી દીધું હતું. આખરે મોદી સરકાર ઝૂકી ગઈ અને ખેડૂતોનો વિજય થયો છે. તો આ રેલીમાં માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી (MLA Anand Chaudhri) સહિતના આગેવાનો જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details