નવજાત બાળકી શરીર પરના નિશાન શ્વાનના હોવાનું બહાર આવ્યું, રાજકોટ કલેક્ટરે લીધી મુલાકાત - Rajkot District Collector Remya Mohan
રાજકોટઃ શહેરમાં બે દિવસ પહેલા ખેબચડા ગામની સીમમાંથી એક ચાર દિવસની નવજાત બાળકી મળી આવી હતી. જેને હાલ રાજકોટની કે.ડી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દઘન સારવાર હેઠળ રાખવામાં આવી છે, ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન બાળકીની હોસ્પિટલમાં મુલાકાત કરી તેની માહિતી ડોક્ટર પાસેથી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, બીજી તરફ રાજકોટ પોલીસ દ્વારા આ બાળકીને તરછોડી દેનાર માતાની શોધ માટે અલગ અલગ ટીમ પણ બનાવવામાં આવી છે. બાળકીનો FSL રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બાળકીના શરીર પર જે નિશાન જોવા મળી રહ્યા છે, તે શ્વાનના હોવાનું સામે આવ્યું છે. પોલીસે પણ માનવતા દાખવીને આ બાળકીને અંબા નામ આપવામાં આવ્યું છે.