અમદાવાદમાં આજે વાદળછાયુ આકાશ અને વાતાવરણમાં ઠંડક પ્રસરી - અમદાવાદ ન્યૂજ
અમદાવાદઃ શહેરમાં આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. હાલમાં કોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વમાં એક ભયનું વાતાવરણ ઉભું થયું છે, ત્યારે માનવ સર્જિત અગમ્ય વાતાવરણની સામે કુદરતનો પણ જાણે અલગ મિજાજ હોય તેવું જોવા મળ્યું હતું. વહેલી સવારથી આજે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.