દરેક બાળકનું ધ્યાન રાખવું એ અમારી સરકારની જવાબદારીઃ CM રૂપાણી - constituency
રાજકોટઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે છે. ત્યારે મેયર બંગલા ખાતે રાજકોટ વિધાનસભા 69 એટલે કે, વિજય રૂપાણીના મત વિસ્તારનો કુપોષિત બાળકોના પાલક વાલી સાથેના પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં CM રૂપાણીએ કહ્યું કે, સગર્ભા, કિશોરી અને નવજાત બાળકોની ચિંતાના ભાગ રૂપે સરકારે આ પોષણ અભિયાન શરૂ કર્યું છે. દરેક બાળકનું ધ્યાન રાખવું એ અમારી સરકારની જવાબદારી છે.