Chhath Pooja 2021: વડોદરામાં હરણી તળાવ ખાતે ઉત્તર ભારતીય સંગઠને કરી છઠ પૂજાની ઉજવણી - ઉત્તર ભારતીય સમાજ માટે આસ્થાનું પર્વ
વડોદરામાં રહેતા ઉત્તર ભારતીય સંગઠને બુધવારે છઠ પૂજાની ઉજવણી કરી હતી. દર વર્ષે ઉત્તર ભારતીય સમાજ માટે આસ્થાનું પર્વ એવી છઠ પૂજાની શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શહેરના હરણી તળાવ ખાતે ઉત્તર ભારતીય સમુદાયના લોકોએ ધાર્મિક વિધિ સાથે છઠ પૂજા કરી હતી. છઠ પૂજા આદિ કાળથી સૂર્ય ભગવાનનો આરાધના સાથે સ્વચ્છતાનું પ્રતીક બની છે. ત્રણ દિવસીય આ ઉત્સવ સામાન્ય રીતે વડોદરાના છેવાડે આવેલા મહીસાગર નજીકના ફાજલપુર ખાતે થતો હતો, પરંતુ આ વખતે તંત્ર દ્વારા મહીસાગરના તટ પાસે આ ઉત્સવ ઉજવવાની મંજૂરી આપવામાં આવી ન હોવાથી ચાલુ વર્ષે હરણી તળાવમાં છઠ પૂજા કરવામાં આવી હતી.