આજે જૂનાગઢમાં કાળભૈરવ જંયતિની ઉજવણી
ભગવાન કાળ ભૈરવને ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે. કાળ ભૈરવ જયંતીને કાલાષ્ટમી કહે છે. કાલાષ્ટમીના દિવસે ભગવાન ભૈરવની પૂજા કરવામાં આવે છે. જેનાથી મંગળ, શનિ કે રાહુ-કેતુના ખરાબ પ્રભાવની મુક્તિ મળે છે. વ્યક્તિ ભયમુક્ત થાય છે. અને તેના જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. કાળ ભૈરવ વિષે કહેવાય છે કે તે ભગવાન શિવના ક્રોધથી જન્મ્યા છે.