પોરબંદરમાં જન્માષ્ટમીની આવી રીતે ઉજવણી ક્યારેય નહીં જોઈ હોય.. - janmastami
પોરબંદરઃ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ગુજરાતભરમાં ઉજવણી થતી હોય છે, પરંતુ કોરોના સંક્રમણને કારણે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરી પોરબંદરના ઉદાસીન આશ્રમ ખાતે શ્રી કૃષ્ણના ગોવર્ધન પર્વત દર્શન, હિંડોળા દર્શન અને વૃંદાવન રાસલીલા સહિત અન્નકૂટના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ઉદાસીન આશ્રમની આસપાસ રહેતા શ્રદ્ધાળુએ 87 વ્યંજનો બનાવી અન્નકૂટનો પ્રસાદ પ્રભુને અર્પણ કરી શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી.