રામમંદિર શિલાન્યાસ: રાજકોટ ભાજપ શહેર કાર્યાલયમાં ઉજવણી વેળાએ નેતાઓ પણ ઝૂમ્યા - Rammandir
રાજકોટઃ અયોધ્યામાં આજે બુધવારના રામમંદિરના નિર્માણ માટે વડાપ્રધાન મોદીના હસ્તે શિલાન્યાસ કરાયું હતું. ત્યારે રાજકોટમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી. ભાજપના પદાધિકારી કાર્યકર્તાઓ દ્વારા પણ ભાજપ શહેર કાર્યાલય શણગારવામાં આવ્યું હતું તેમજ અંદર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે શિલાન્યાસ થઈ રહ્યો છે તેના વધામણા કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટના ધારાસભ્યો, સંસદસભ્ય સહિત શહેર તથા જિલ્લાના ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.