ભાવનગરમાં રેલવેની જમીન વેચવાના મુદ્દે મજદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન - સરકારી નિર્ણયનો વિરોધ
ભાવનગરઃ શહેરમાં રેલવે મજદૂર સંઘએ રેલવેની જમીનો કેન્દ્ર સરકાર વેચી રહી હોવાનો નિર્ણય કરતા ભાવનગરની પણ કેટલીક જમીનો વેચી દીધી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો. જેને લઇને ભાવનગર શહેરના રેલવે ડીઆરએમ કચેરી ખાતે મજદૂર સંઘ રેલી સ્વરૂપે પહોંચ્યું હતું અને રેલ્વેની જમીનો વેચવાના નિર્ણયનો વિરોધ કરી સૂત્રોચાર કર્યા હતા.