JEE અને NEETની પરીક્ષા મુદ્દે ભાવનગરવાસીઓનો પ્રતિસાદ - જેઇઇ 2020
ભાવનગર: કોરોના મહામારીની સૌથી મોટી અસર શિક્ષણ પર પડી છે. દેશમાં JEE-NEETની પરીક્ષા કોરોના કાળમાં લેવાના નિર્ણયથી સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે JEE અને NEET ની પરીક્ષાને લઈને ETV ભારતે ભાવનગરના પરીક્ષાર્થીઓ અને ડોક્ટર તેમજ શિક્ષણવિદ સાથે વાત કરી હતી.