રાજુલાના કોસ્ટલ વિસ્તારમાં એશિયાઇ સિંહોની લટાર, વીડિયો વાઈરલ - Asian lions video
અમરેલીઃ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં રાજુલા કોસ્ટલ વિસ્તારમાં એશિયાટિક સિંહો લટાર મારતાં જોવા મળ્યાં હતાં. વરસાદી માહોલમાં રેવન્યુ વિસ્તારમા ઠેર ઠેર પાણી ભરાતા સિંહો ગામ તરફ વળ્યા હતાં. કોવાયા ગામ નજીક આવેલા અલ્ટ્રાટેક સીમેન્ટ કંપની રોડ પર એશિયાટિક સિંહો પૂરપાટ ઝડપે રોડ પર દોડી રહ્યા હતાં. જયા મસમોટા જોખમી વાહનો પસાર થાય છે તેવા માર્ગે સિંહો દોડતા જોવા મળ્યા હતા.