જૂઓ વડાપ્રધાન મોદીએ ગુજરાતને ભેટમાં આપેલી એક્વેટિક ગેલરીનો HD વીડિયો...
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ-લોકાર્પણ પામેલી એક્વેટિક ગેલેરીમાં 68 જેટલી ટેન્ક બનાવવામાં આવી છે, જે સ્પેશિયલ ટાસ્ક દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમાં 22 લાખ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે 188 જેટલી અલગ અલગ જાતની માછલીઓ રાખવામાં આવી છે. જેમાં કુલ 11,693 માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 15,670 સ્કવેર મીટર વિસ્તારમાં આ પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. જે કુલ 260 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.