સુરતમાં જીમ એસોસિએશન દ્વારા જીમ ચાલુ કરવા અંગે કલેક્ટરને આવેદન પાઠવાયું
સુરતઃ અનલોક-1માં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ જીમ, મોલ, મલ્ટીપ્લેકસ સહિતને હજુ મંજુરી આપવામાં આવી નથી. ત્યારે, સુરતમાં જીમ ઓનર એસોસિએશન દ્વારા ફરી એક વખત સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેઓએ માગ કરી હતી કે, જીમ ખોલવાની પરવાનગી આપવામાં આવે તેમજ આર્થિક સહાયની માગ કરવામાં આવી હતી. કલેક્ટરને આવેદન આપતી વખતે જીમ ઓનર એસોસિએશનના સભ્યો વિવિધ બેનરો સાથે હાજર રહી માગ કરી હતી.