જામનગરમાં કિસાન સંઘ દ્વારા પાક વીમા મુદ્દે કલેકટરને આવેદન પત્ર - ખેડૂતોની જમીનો ધોવાય
જામનગરઃ જિલ્લામાં ખેડૂતોને અત્યાર સુધી પાક વીમો ન મડતા શુક્રવારના રોજ કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી તાત્કાલિક પાક વીમો ચુકવવામાં આવે તેવી માગ કરી છે. કિસાન સંઘ દ્વારા ખેડૂતોની વિવિધ પડતર માંગણીઓને લઈ જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સાથે-સાથે કિસાન સંઘે એવો પણ આરોપ લગાવ્યો છે કે, ટેકાના ભાવે મગફળીની ખરીદી થઇ રહી છે. તેમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તો જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોની જમીનો ધોવાય છે અને ઉભો પાક પણ બળી ગયો છે, ત્યારે આ ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે. સાથે-સાથે જામનગર જિલ્લામાં ભૂંડ અને રોજડાના ત્રાસના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે અને આખી રાત સુધી ખેડૂતોએ ફરજિયાત પોતાની વાડીએ રાત પહેરો કરવો પડે છે.