વડોદરાના નાગરવાડા વિસ્તારમાં મુસ્લીમ પરિવારે મકાન ખરીદતા હિંદુ પરિવારોનું કલેકટરને આવેદન પત્ર - કાયદાકીય પગલા લેવાની રજૂઆત
વડોદરાઃ શહેરના નાગરવાડાના વિસ્તારના આમલી ફળિયામાં રહેતા પ્રવિણભાઇ પટેલે થોડા દિવસ પહેલા એક મુસ્લિમ પરિવારને તેમનું મકાન મિલકત વેચાણ કર્યુ હોવાનું ફળિયાના સ્થાનિક રહીશોને જાણ થઇ હતી. પ્રવિણભાઇના મકાન પાસે ફળિયામાં 100 વર્ષથી વધુ હિંદુ દેવી-દેવતાઓના મંદિર આવેલા છે, તેની બાજુમાં આવેલા મકાન મિલકત મુસ્લીમ પરિવારને વેચાણ કરવામાં આવ્યું છે. જેથી ફળિયામાં ત્રણથી ચાર પેઢીના લોકો રહેતા હોવાથી સ્થાનિકોએ મુસ્લિમ પરિવારને વેચાણ કરવામાં આવેલ મિલકત બાબતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, અને અશાંતધારાનો ભંગ થયો હોય તે મામલે આમલી ફળિયાના રહીશોએ કલેક્ટરને આવેદન આપી અશાંતધારા વિભાગના અધિકારી તેમજ મકાનના દસ્તાવેજ કરનાર સામે કાયદાકીય પગલા લેવાની રજૂઆત કરી છે.