રાજકોટ અગ્નિકાંડ: તપાસ માટે FSLની ટીમ પહોંચી ઘટનાસ્થળે - રાજકોટ હોસ્પિટલમાં આગ
રાજકોટ: શહેરના ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને પગલે પાંચ દર્દીઓના મોત થયા છે. જેને લઇને આગ લાગવાનું પ્રાથમિક કારણ શોટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આજે બપોરના સમયે ઉદય શિવાનંદ હોસ્પિટલ ખાતે FSLની ટીમ આવી પહોંચી હતી અને વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી. જોકે, આગ લાગવાનું કારણ પણ FSLની તપાસ બાદ સામે આવશે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ દર્દીઓના મોત માટે જવાબદાર કોણ?