વડોદરાના પાણીગેટ વિસ્તારમાં વન વિભાગે તપાસ હાથ ધરતા ઘરમાંથી જંગલી ઇંગલિશ કાચબો મળી આવ્યો
વડોદરાના પાણીગેટ વિસ્તારના બાવચાવાડ માં બાતમીના આધારે ફોરેસ્ટ ટીમે તપાસ હાથ ધરાતા કેતન ભાઈ રાણાના ઘરેથી જંગલી કાચબો મળી આવતા વનવિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અધિકારીઓએ પૂછપરછ કરતા ઘરના સદસ્યોએ જણાવ્યું કે, પરિવાર સાથે ચોટીલા ગયા હતા. ત્યારે રસ્તા પરથી કાચબો મળી આવ્યો હતો. તેઓએ ત્યાંથી કાચબાને પાળવાના અર્થે ઘરે લાવેલ હતા. જોકે, આ કાચબો શિડ્યુલમાં આવતો હોવાથી અને ઘરમાં રાખવો ગેરકાયદેસર હોવાથી કાચબાને કબજે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ફોરેસ્ટ ઓફિસર નિધિ દવેએ જણાવ્યું કે, કોઈપણ પ્રકારના જંગલી પ્રાણી કે પક્ષીને પાળવું તેમજ તેને ખવડાવવું કાનૂની ગુનો છે. સામાન્ય જનતાને સંદેશ આપ્યો કે, આપણી આસપાસ પણ આ પ્રકારનો કોઈપણ કેસ જોવા મળે તો ફોરેસ્ટ ખાતાને જાણ કરવા વિનંતી કરી હતી.