અમૂલની ગાડી સીટ બેલ્ટ વીના ચલાવાતી હોવાનું કેમેરામાં કેદ - અમદાવાદ
અમદાવાદઃ સમગ્ર અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા અલગ-અલગ સ્થળોએ વાહનચેકિંગ હાથ ધરાયું હતુ. નવા લાગુ કરાયેલા ટ્રાફિક નિયમો વાહન ચાલકો પાસે ચુસ્ત અમલવારી માટે પોલીસે વધુ સક્રિયતા દાખવી હતી. જે સંદર્ભે વધેલા દંડ સાથે લોકોને ટ્રાફિક પોલીસ દ્વારા મેમો આપવામાં આવ્યા હતા. ત્યારે મોટાભાગના પ્રજાજનો દ્વારા હેલ્મેટ પહેરવું, તેમજ સીટ બેલ્ટ બાંધવું અને પીયુસી સહિત આરસી બુકની સાથે રાખવાની જવાબદારી પ્રજાએ સંપૂર્ણપણે નિભાવી હતી. ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો. ત્યારે ઘણી જગ્યાએ સરકારી વાહનો જેવા કે એસટી, પોલીસ બસ તેમજ વોલ્વો જેવી સરકારી બસોમાં સીટબેલ્ટ ડ્રાઇવર દ્વારા પહેરવામાં આવ્યા ન હતા, ત્યારે પ્રખ્યાત અમૂલ દૂધની કંપની દ્વારા અમુલ મસ્તીની સપ્લાય ટ્રકમાં સીટ બેલ્ટ બાંધ્યો ન હોવાનું કેમરામાં કેદ થયું હતુ.