આજીડેમ ઓવરફ્લો થતા મુખ્યપ્રધાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નવાનીરના વધામણાં કર્યા - Chief Minister Vijay Rupani
રાજકોટઃ શહેરને પાણી પૂરુ પાડતો આજીડેમ ધોધમાર વરસાદને પગલે ઓવરફ્લો થયો હતો, ત્યારે બુધવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નવા નીરના વધામણા કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આજી ડેમ અત્યાર સુધીમા માત્ર 16 વખત જ ભરાયો છે. ત્યારે ચાલુ વર્ષે સારો વરસાદ થતાં આજી ડેમ મંગળવારે ઓવર ફ્લો થયો હતો. જેથી કોર્પોરેશન દ્વારા નવા નીરને વધામણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજીડેમનું નિર્માણ 1957માં કરવામાં આવ્યું હતું. જે ભાગ્યે જ ઓવરફ્લો થાય છે. ત્યારે આ વર્ષે ઓવરફ્લો થતા રાજકોટવાસીઓમાં પણ ખુશી જોવા મળી હતી.