લોકડાઉન: અમદાવાદમાં ઘરની બહાર ન નીકળવા અનોખી રીતે કરાઈ રહી છે અપીલ - સરસપુર
અમદાવાદ: કોરોના વાઈરસના પગલે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, લોકો કામ સિવાય બહાર ન નીકળે. શહેરના સરસપુર વિસ્તારમાં એક રીક્ષા ચાલક દ્વારા રિક્ષાની પર માઈક લગાવવામાં આવ્યું છે અને સતત સવારથી સાંજ સુધી લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, કામ સિવાય કોઈએ પણ બહાર ન નીકળવું અને પોલીસને પણ સહયોગ આપવો જોઈએ.