અમદાવાદઃ દાણીલીમડા પોલીસ લાઈનમાં સેનિટાઈઝેશન કરાયું - અમદાવાદ શહેર પોલીસના એડમીન
અમદાવાદઃ શહેરમાં અગાઉ અનેક પોલીસકર્મીઓ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. ત્યારે હવે ફરીથી સંક્રમણ વધે નહીં તે માટે અમદાવાદ પોલીસ દ્વારા તમામ પોલીસ લાઈન અને પોલીસ સ્ટેશન તથા અન્ય કચેરીઓમાં સેનિટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. બુધવારે દાણીલીમડા પોલીસ લાઈનના 400 જેટલા મકાનોમાં સેનિટાઈઝેશન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર પોલીસના એડમીન અજય ચૌધરીએ જાતે હાજર રહી કેટલાક મકાનોની બહાર સેનિટાઈઝેશન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરની કુલ 31 પોલીસ લાઈન, વિવિધ પોલીસ સ્ટેશન, ACP, DCP કચેરી તથા અન્ય જગ્યાઓ પર પણ સેનિટાઈઝેશન કરવામાં આવશે.