અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા બાઇક ચોરી કરતા બે શખ્સની કરાઇ ધરપકડ
અમદાવાદમાં વધી રહેલી વાહન ચોરી અને વિવિધ ગુનાઓ અટકાવવા પોલીસ મહાનિરીક્ષક વિ.ચંદ્રશેખર દ્વારા જિલ્લા પોલીસ વડાને સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત LCB પોલીસ ઈન્સપેક્ટર આર.જી.ખાંટ દ્વારા ધોળકા ટાઉન ત્રાસદ ચોકડી નજીક વોચ ગોઠવી બે શખ્સને ઝડપી પાડવામાં આવ્યા હતા. અમદાવાદ પોલીસે વાહનોની ચોરી કરતા બે શખ્સને 10 જેટલી ચોરીની બાઈક સાથે ઝડપી પાડી જેલના હવાલે કર્યા છે.