અમદાવાદના બોપલ વિસ્તારમાં PI ચાલુ નોકરીએ ગરબા કરતા થયા સસ્પેન્ડ - Ahmedabad Police
અમદાવાદઃ કોરોના વાયરસના પગલે બોપલ PIએ સ્થાનિકોની માંગને લઈને એક સોસાયટીમાં ડીજેનું આયોજન કર્યું હતું અને ગરબા કર્યા હતા. આ ગરબામાં સોશિયલ ડિસ્ટન્સીંગનો અમલ કરવામાં આવ્યો ન હોવાના આક્ષેપ થયા હતા. જો કે આ વીડિયો વાયરલ થતા તંત્રએ કાર્યવાહી કરીને PIને સસ્પેન્ડ કરી દીધા હતા અને ગ્રામ્ય એસપી દ્વારા આ મામલે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI અનિલા બ્રહ્મભટ્ટ ફરજ દરમિયાન સ્ટાફ સાથે ડીજેના તળે ગરબે ઝૂમ્યા હતા જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. વીડિઓ અમદાવાદ ગ્રામ્યના એસપી આર.વી.અસારી સુધી પહોંચ્યો હતો તેમને તાત્કાલિક તપાસ કરાવી PI બ્રહ્મભટ્ટને સસ્પેન્ડ કર્યા હતા અને આ મામલે વધુ તપાસના આદેશ આપ્યા હતા.