અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરીને લઇને સવારે 09ઃ00 વાગ્યાની સ્થિતિ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓમાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. ત્યારે રાજ્યમાં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સૌથી ઓછું 38.73 ટકા મતદાન નોંધાયું છે. જેની મતણતરી આજે મંગળવારે થઇ રહી છે. હાલ બેલેટ પેપરની મતગણતરી શરૂ છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કુલ 48 વોર્ડ અને 192 બેઠકો છે. જેમાંથી 96 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 46, 24, 592 મતદારો હતા. જે પૈકી 24, 14, 451 પુરુષો, 22, 09, 976 મહિલા અને 165 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.