અમદાવાદમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન છતા પરપ્રાંતિયો રસ્તા પર ઉતર્યા - અમદાવાદ શહેર
અમદાવાદઃ શહેરમાં 15 મે સુધી લોકડાઉનનું કડકપણે પાલન કરાવવા પોલીસે પણ કડક વલણ અપનાવ્યું છે. 15 મે સુધી દૂધ અને દવા સિવાયની તમામ વસ્તુઓનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. કેટલાક પરપ્રાંતિઓ પણ વતન જવા માટે રોડ પર આવી ગયા હતા, જેમને પોલીસે સમજાવીને પરત મોકલ્યા હતા તો કેટલાક પરપ્રાંતિયોના પોલીસ દ્વારા રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યા છે.