JNU હિંસાઃ અમદાવાદમાં વિરોધ પ્રદર્શન માટે આવેલા ABVPના કાર્યકરો પોલીસ પક્કડના ડરે ભાગ્યા - Ahmedabad news
અમદાવાદઃ દિલ્હીમાં JNUમાં થયેલી વિદ્યાર્થીઓ પર હિંસક હુમલા મામલે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જ્યાં ABVPના કાર્યકરો પણ પહોંચ્યા હતા. કાર્યકરો પાસે પરવાનગી ના હોવાથી પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસના ડરના કારણે કાર્યકરો અને આગેવાનો રોડ પર ભાગ્યા હતા. IIM વસ્ત્રાપુર ખાતે વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું, જેમાં જોડાવવા ABVPના કાર્યકરો પણ બેનર સાથે પહોંચ્યા હતા. જેનો વિરોધ કરવામાં આવતા, ABVPના કાર્યકરોએ રસ્તા પર જ પ્રદર્શન કર્યું હતુ. પરંતુ કાર્યકરો પાસે વિરોધ પ્રદર્શન અંગે પરવાનગી ના હોવાથી પોલીસે તેમને રોકતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.