રાજકોટઃ આણંદપરના કોંગી ઉમેદવારની જીત થતાં ઉમેદવાર પર નાણાં ઉડ્યા - Gujarat election 2021
રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ગત તારીખ 28 ફેબ્રુઆરીના રોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જેની મંગળવારે મતગણતરીની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લામાં આણંદપરના કોંગ્રેસના ઉમેદવારની જીત થતાં રાજકોટ શહેરના વિરાણી સ્કૂલ ખાતે આનંદીત થઈને ઢોલના તાલે તથા નાણાં ઉડાવીને વિજેતા થયેલા ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું.