વડોદરા: નોડલ ઓફિસરે કહ્યું, રેપિડ ટેસ્ટનો ભરોસો રાખ્યા વિના RTPCR ટેસ્ટ કરાવો - SSG Hospital
વડોદરાઃ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. રોજના અંદાજે 400 રેપિડ એન્ટિજન ટેસ્ટ થઈ રહ્યા છે. પરંતુ રેપિડ ટેસ્ટ અંગે અનેક મત સામે આવી રહ્યાં છે. ત્યારે રેપિડ ટેસ્ટ અંગે ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, હાલ વડોદરામાં SSG હોસ્પિટલ, ગોત્રી અને અર્બન હેલ્થ સેન્ટરમાં કોવિડના રેપિડ ટેસ્ટ થઈ રહ્યાં છે. જેમા અનેક લોકોના ટેસ્ટ નેગેટિવ આવી રહ્યાં છે. જેથી દરેક વ્યક્તિ એમ માની લે છે કે, તેને કોરોના નથી. પરંતુ ટેસ્ટ નેગેટિવ આવ્યાના બે દિવસ બાદ અનેક દર્દીઓની તબિયત લથડી રહી છે. તેમણે કહ્યું કે, જે દર્દીનો RTPCR ટેસ્ટ કરવામાં આવે છે તેમાંથી 15 થી 65 ટકા કેસમાં દર્દી પોઝિટિવ આવે છે. તેથી જો દર્દીઓને તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો હોય તો બેદરકારી રાખ્યા વગર તરત RTPCR ટેસ્ટ કરાવી લેવો જોઇએ.