અમદાવાદમાં BRTSની બસની ટક્કરે સ્વિંગ ગેટ તૂટ્યો - સ્વિંગ ગેટ બસની ટક્કરના લીધે તૂટવા લાગ્યા
અમદાવાદઃ BRTS સ્વિંગ ગેટ તૂટ્યો હોવાના અહેવાલ મળતા મોટો વિવાદ ઉભો થયો છે. ફરી એક વખત શહેરમાં BRTS બસ બેફામ બનીને શિવરંજની BRTS સ્ટોપ પર બસની ટક્કર વાગતા સ્વિંગ ગેટ તૂટ્યો હતો. જેના કારણે એક બાજુનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. BRTS ટ્રેક પર લગાવેલ સ્વિંગ ગેટની કિંમત 1.50 લાખ છે. આખા અમદાવાદમાં તમામ સ્ટોપ પર લગાવવામાં આવેલા સ્વિંગ ગેટની કિંમત રૂપિયા 6 કરોડ છે. જો BRTS બસના ડ્રાઈવરો આવી રીત બેફામ બસ હંકારીને આવી રીતે સ્વિંગ ગેટ તોડી નાંખે તે સરકારી તિજોરીને નુકસાન છે.