અમદાવાદઃ એસ.જી. હાઇવે પર કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ - Accident between car and bike in Ahmedabad
અમદાવાદઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શહેરના સરખેજ ગાંધીનગર હાઇવે પર રવિવારે બપોરે પુર ઝડપે આવી રહેલી કારે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી, જે બાદ કાર ઉછળીને સામેના રોડ પર પડી હતી. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક ઋત્વિજ પટેલનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે કારચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. હાલ ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે.