રાજકોટના BAPS સ્વામિનારાયણ મંદિરમાં વિશેષ આરતી, શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ - Aarti in the morning of Rajkot BAPS Swaminarayan Temple
રાજકોટ: કાલાવડ રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનની આરતીનો અનેરો મહિમા જોવા મળે છે. સ્વામિનારાયણ મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. સ્વામિનારાયણ મંદિરમાં સવારની આરતી પહેલા જ શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં ગોઠવાઇ જાય છે. ત્યારબાદ સંસ્થાના સંતો પણ મંદિર પરિષદમાં આવે છે. ભક્તો તેમજ સંતો સાથે મળીને ભગવાનની આરાધના કરે છે. ત્યારબાદ શ્લોક પઠન યોજાય છે. ત્યારબાદ સંતો દ્વારા ભક્તોને પ્રવચન આપવામાં આવે છે. મોટાભાગના રોજબરોજના BAPS સ્વામિનારાયણ મંદિરની સવારની આરતીનો આ પ્રકારનો નિત્યક્રમ હોય છે. જ્યારે કોઈ તહેવાર અથવા સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ મહોત્સવ હોય છે. ત્યારે વિશેષ આરતી પણ કરવામાં આવે છે.