જામનગરમાં આમ આદમી પાર્ટીએ હાથરસ દુષ્કર્મ મામલે મામલતદારને આવેદન પાઠવ્યું - District Collector's Office
જામનગર: હાથરસ દુષ્કર્મનો ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે, ત્યારે શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુરુવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને તેમણે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાથરસ દુષ્કર્મના આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કરી છે.