રાજકોટમાં ઘરફોડ ચોરીનો રીઢો આરોપી ઝડપાયો
રાજકોટઃ શહેરમાં માલવીયા પોલીસે ઘરફોડ ચોરી કરતાં આરોપીની ધરપકડ કરી હતી. માલવીયા વિસ્તારમાં આવેલાં ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં 4 દિવસ અગાઉ ઘરફોડ ચોરી થઈ હતી. જેની ફરિયાદ નોંધતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. જેમાં આરોપી કાળુ પઢારિયા પાસેથી રૂપિયા 2,13,600નો મુદ્દામાલ ઝપ્ત કરી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.