રાજકોટમાં રેન્જ રોવર કારમાં અચાનક આગ લાગી - રેન્જ રોવર કાર
રાજકોટઃ હલેન્ડા પાસે સવારે આટકોટ તરફથી આવતી અને રાજકોટ તરફ જતી રેન્જ રોવર કારમાં અચાનક આગ લાગી હતી. આ કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી ગયા હતા, જે કારણે તેઓનો આબાદ બચાવ થયો હતો. રાજકોટ ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.