કોરોના સામેની લડત અંગે લોકોને સમજ આપવા ડભોઇમાં જનજાગૃતિ અભિયાન યોજાયું - vadodara corona cases
વડોદરા: સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આર્ટ ઓફ લિવિંગ તેમજ યુથ ટુ ચેન્જ ગ્રુપ ભેગા મળીને દર્ભાવતિના ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ એક જનજાગૃતિ કાર્યક્રમ ચલાવી રહ્યા છે. જેમાં કોરોનાથી બચવા માટે શું કરવું જોઇએ, રોગપ્રતિકારક શક્તિ વધે તે માટેના જરૂરી સૂચનો આપવા વગેરેનો સમાવેશ થાય છે. આ ગ્રુપ દ્વારા ડભોઇની ભદ્રલોક સોસાયટી તેમજ શિવશક્તિ સોસાયટીના સભ્યોને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે ઉભા રહીને કોરોના વાઇરસ સામે લડતનું માર્ગદર્શન આપ્યું હતું.