ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગોધરામાં ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે નિમિત્તે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો - પંચમહાલ સમાચાર

By

Published : Dec 10, 2019, 11:22 AM IST

ગોધરાઃ પંચમહાલ જિલ્લા એસીબી પોલીસ દ્વારા ગોધરા ખાતે આવેલી બીએડ કોલેજમાં ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે નિમિત્તે જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસીબી પોલીસની કામગીરી વિશે સમજણ આપવામાં આવી હતી. 2003માં યુનાઈટેડ નેશન્સ દ્વારા ડિસેમ્બર માસની 9 તારીખે ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ દ્વારા સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન બીએડ કોલેજમાં ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન-ડેની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ માટે જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને લાંચ રૂશ્વતની માંગણી કરવામાં આવે ત્યારે કોને ફરિયાદ કરવી, કેવી રીતે કરવી વગેરે જેવા મુદ્દા બેનર તથા શોર્ટ ફિલ્મ બતાવી સમજાવવામાં આવ્યા હતા. તદ્ઉપરાંત એસીબી પોલીસની કામગીરી વિશે પણ સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકોને લાંચ ન લેવાની અને ન આપવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. સાથે સાથે એસીબી દ્વારા શરૂ કરવામાં આવેલા હેલ્પલાઇન નંબર 1064 વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details