પાક વીમાના રેકોર્ડ સાથે ચેડાના આક્ષેપ સાથે ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી - tampering with crop insurance records
અમદાવાદઃ કોરોના મહામારી અને વરસાદને લીધે જે ખેડૂતોને નુકસાન થયું છે અને પાક વીમા યોજના હેઠળ નોંધાયેલા છે. તેમના રેકોર્ડ સાથે ચેડા કરી પૂરતું વળતર ચૂકવાતું ન હોવાના આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી કરવામાં આવી છે. હાઇકોર્ટમાં ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, ખેડૂતોના ડેટા સાથે ચેડાં કરી પૂરતું વળતર ચૂકવવા આવતું નથી. હાઈકોર્ટ આ મુદ્દે નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી બેસાડે તેવી માંગ કરાઈ છે. પ્રધાન મંત્રી ફસલ બીમાં યોજના હેઠળ પણ યોગ્ય વળતર ચૂકવાય તેવી માંગ કરાઈ છે. આ મામલે ગુરૂવારના રોજ હાઈકોર્ટ નિર્દેશ આપી શકે છે. દર વર્ષે હાઈકોર્ટમાં પાક વીમાને લઈને અરજી હાઈકોર્ટમાં કરવામાં આવે છે અને આ અખતે પુરાવવા સાથે ચેડા કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.